ટંકારાના જબલપુર મતદાન મથક પર 15 ટકા મતદાન થયું

- text


ગ્રામ્ય સંસ્કૃતિની થીમ પર બનેલું મતદાન મથક બન્યું આકર્ષક

ટંકારા: ટંકારાના જબલપુર મતદાન મથક પર ભારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. જેથી પ્રથમ 2 કલાકમાં 15 ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે.

- text

ખાસ કરીને જબલપુર મતદાન મથકને ગ્રામ્ય સંસ્કૃતિની થીમ પર તૈયાર કરવામાં આacવ્યું છે. મતદાન મથક પર મતદાન કરવા માટે આવતા મતદારો માટે ખાટલા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આરોગ્યની ટીમ પણ ખડે પગે રહીને સેવા આપી રહી છે. ગામડાની સંસ્કૃતિની થીમ પર તૈયાર કરવામાં આવેલું આ મતદાન મથક મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને પ્રથમ બે કલાકમાં જાણવા મળતી માહિતી મુજબ 15 ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે. આમ જબલપુર મતદાન મથક પર મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text