મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગણિત-વિજ્ઞાનના પ્રયોગોનો વર્કશોપ યોજાયો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર – મોરબી જિલ્લા દ્વારાં વિશ્વ વિજ્ઞાન દિવસના અનુસંધાને આઈ.આઈ.ટી. – ગાંધીનગર તથા ગુજકોસ્ટ – ગાંધીનગર દ્વારા અપાયેલ વૈજ્ઞાનિક કીટનું ઑમ શાંતિ ઈ.મી. સ્કૂલ – મોરબી ખાતે બે દિવસનાં વર્કશોપનું આયોજન કરેલ હતું. તેમાં ધોરણ 9 તથા 10નાં વિદ્યાર્થીઓને ગણિત/વિજ્ઞાનની મોડેલ કીટ દ્વારા વિવિધ પ્રયોગો કરી દિપેન ભટ્ટ તથા અજય પાટડીયાએ દ્વારા તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.