મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય પરીક્ષા મામલે કલેક્ટરને આવેદન

- text


માત્ર ગણ્યા-ગાંઠ્યા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ : કોંગ્રેસ પ્રમુખ તથા વિદ્યાર્થીઓની સૂચક ગેરહાજરી

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એકાએક બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત વધારવામાં આવશે તે કારણે પરીક્ષા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનતા તે નિર્ણય રદ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા અવાર-નવાર પેપર લીક કે અન્ય કૌભાંડોના કારણે પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. તેમજ શૈક્ષણીક લાયકાત વધારવાના કારણે ફોર્મ ઓછા ભરાય જેથી બેરોજગારી ઓછી દેખાય. તેથી, પરીક્ષા માટે સ્નાતક પાસની લાયકાત રાખીને ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જો યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો કોંગ્રેસ ગામથી લઇ ગાંધીનગર સુધી તથા શહેરથી લઇ સચિવાલય સુધી ઉગ્ર આંદોલન કરશે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ ગળે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા સભ્યો જ હાજર રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતે ઉપસ્થિત રહ્યા ન હતા. ઉપરાંત પરીક્ષાર્થીઓને થઇ રહેલા અન્યાયના વિરોધ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પરંતુ આવેદન વખતે એક પણ વિદ્યાર્થીને હાજર રાખવામાં આવ્યા ન હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text