મોરબીની પખાલી શેરીમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની હાડમારી

- text


સ્થાનિકોએ પાલિકા કચેરીએ જઈને રૂબરૂ રજુઆત કરી તાકીદે પ્રશ્ન ઉકેલવાની માંગ ઉઠાવી

મોરબી : મોરબીની પખાલી શેરીમા છેલ્લા છ મહિનાથી પાણી પ્રશ્ને હાડમારી સર્જાઈ છે. ત્યારે આ મામલે આજે સ્થાનિકોએ નગરપાલિકાની કચેરીએ પહોંચીને રૂબરૂ રજુઆત કરી આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ ઉઠાવી છે.

મોરબીમા ખૂબ વરસાદ પડ્યો હોવાથી તમામ ડેમો પાણીથી ફૂલ છે. તેમ છતાં પાણીના પ્રશ્નની અનેક ફરિયાદો ઉઠી રહી છે. આજે પખાલી શેરીની સ્થાનિકોએ પાલિકા કચેરીએ રૂબરૂ આવીને રજુઆત કરી હતી. જેમાં તેઓ જણાવ્યું હતું કે તેમની શેરીમાં છેલ્લા 6 માસથી પાણીનો પ્રશ્ન છે. અગાઉ પાણી દરબાર ગઢમાંથી આપવામાં આવતું હતું. બાદમાં સરદાર બાગમાંથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ પાણીના ધાંધિયાથી તમામ રહીશો કંટાળી ગયા છે. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.

- text

વધુમાં સ્થાનિકોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે પાલિકા દ્વારા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ વિસ્તારમાં ખુટિયાનો મૃતદેહ પાલિકા દ્વારા લઈ જવામાં ન આવતા રહીશો લારીમાં ખુટિયાનો મૃતદેહ લઈને પાલિકા કચેરીએ મૂકી ગયા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text