મોરબીમાં સાંસદ મોહન કુંડારિયાની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા નીકળી

- text


મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે ગાંધી સંકલ્પ યાત્રા શનાળાથી નાની વાવડી ગામ સુધી યોજાઈ : ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખવા માટે વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં સાંસદ મોહન કુંડારિયાની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા નીકળી હતી. જેમાં રાષ્ટ્પિતા પૂ. બાપુના જીવન મૂલ્યોને સાર્થક કરવા માટે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે ગાંધી સંકલ્પ યાત્રા શનાળાથી નાની વાવડી ગામ સુધી યોજાઈ હતી અને ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખવા માટે વિવિધ જનજગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારિયાના વડપણ હેઠળ રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતીના અનુસંધાને પૂ. બાપુના જીવન મૂલ્યોના વિચારો માટે જનજગૃતિ લાવવાના હેતુસર આજે ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાની અધ્યક્ષતામાં આજે મોરબીના શક્ત શનાળા ગામેથી આ ગાંધી સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ સાંસદ સાથે શનાળા ગામથી નાની વાવડી ગામ સુધી ચાલીને પ્રવાસ કરી ગાંધીજીના વિચારોને આત્મસાત કરવા માટે જનજગૃતિ લાવવાનો હકારાત્મક પ્રયાસ કર્યો હતો.

- text

શનાળા ગામે શક્તિ મતજીના મંદિરેથી આ ગાંધી સંકલ્પ યાત્રા નીકળ્યા બાદ શનાળા ગામના લોકો સાથે લોક સંપર્ક, કોયલની વાડી માધાપર ઓજી વિસ્તારમાં લોક સંપર્ક અને વૃક્ષારોપણ, નીલકંઠ વિધાલય બોખાડીની વાડી માધાપરમાં જનસભા અને લોક સંપર્ક, વાવડી રોડ પર આવેલ કબીર આશ્રમના દર્શન, સુમતીનગર નાની વાવડી રોડ પર 5 કિમી લોક સંપર્ક, સમજુબા વિધાલય નાની વાવડી ગામે વૃક્ષારોપણ, હનુમાનજી મંદિર નાની વાવડી ગામે સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનસભા યોજાઈ હતી. આ ગાંધી સંકલ્પ યાત્રામાં ગાંધીજીના વિચારોને આત્મસાત કરવા માટે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સફેદ ખાદીના વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text