મોરબીના નિવૃત એ.એસ.આઈએ ગજરાજને ભોજન કરાવી દશેરાનો તહેવાર ઉજવ્યો

- text


ગજરાજની આરતી ઉતારી મહાવતનું સાલ ઓઢાડી સન્માન કર્યું

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકેમાંથી તાજેતરમાં નિવૃત થયેલા નિવૃત એએસઆઈએ દશેરાના તહેવારની અનોખી રીતે ઉજવણી કરી હતી. ખાસ કરીને પશુઓની સેવા કરવાની પરંપરા જીવંત રહે તે માટે પુરાણોમાં જેને ભક્તિભાવની દષ્ટિ ભારે મહત્વ અપાયું છે તે ગજરાજને ભાવતા ભોજનીયા કરાવ્યા હતા. જો કે આ ગજરાજની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ મહાવતનું ગૌરવભેર સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત એ એસ.આઈ દ્વારા દશેરાના તહેવારની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી અને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. મોરબી તાલુકા પોલીસમાંથી તાજેતરમાં જ નિવૃત થયેલા એએસઆઈ મુકુંદરાય પ્રેમશંકર જોશીએ દશેરાનો તહેવાર અનોખી રીતે જ ઉજવ્યો હતો. જેમાં દશેરાના પવિત્ર દિવસે ગરીબોના પરિવારને મીઠાઈ, કપડાં અને ગજરાજને ભોજન કરાવી મહાવતને સાલ ઓઢાડી કપડાંનું દાન કર્યું હતું. નિવૃત એએસઆઈ મુકુંદરાય જોશી દ્વારા ગજરાજને પોતાના ઘરે આમંત્રિત કરી અને તેની વિધિવત પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને ચોખા ઘીના લાડુનું ભોજન કરાવ્યું હતું. જેમાં મોરબીમાં “ગજ ભોજન”નો આ પ્રથમ પ્રસંગ હશે તેવું કહેતા નકારી શકાય નહીં.

- text

આ બાબતે નિવૃત એએસઆઈ મુકુંદરાય જોશીએ જણાવ્યું હતું કે લોકો પોતાના તહેવારોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ રાખે એ જરૂરી છે કેમ કે અબોલ પશુઓ પણ આપણા જીવનનો ભાગ છે. સાથે જ કોઈ ગજ ભોજનએ સૌથી ઉત્તમ ભોજન હોય અને કોઈ પણ જગ્યાએ જીત મેળવવા રાજાઓ એક દિવસનો ઉપવાસ કરી પોતાના ગજરાજની આરતી ઉતારી અને તેને જમણવાર કરી યુદ્ધ કે અન્ય કોઈનો પ્રારંભ કરતા હતા અને તેમાં તેઓની જીત નિશ્ચિત થતી હતી તેવું પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે. જે તમને સુખી અને શાંતિમય જીવન અર્પે છે. ગજરાજને મુકુંદરાય જોશી દ્વારા 50 કિલો ચોખા ઘીના લાડુ જમાડી પોતે પણ એક દિવસનો ઉપવાસ કરી અને દશેરાના તહેવાર ઉજવ્યો હતો. સાથે જ અન્ય લોકો દ્વારા પણ આ જ રીતે તહેવારની ઉજવણી કરી આપણી સંસ્કૃતિને જીવંત રાખે તેવો સંદેશ આપ્યો છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text