મોરબીની જય અંબે ગરબી મંડળની બાળાઓએ મન મૂકી ગરબે ઘૂમી માતાની ભક્તિ કરી

મોરબી : મોરબીના ગ્રીન ચોક ખાતે જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા 61 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. 61 વર્ષ પહેલા શંકરભાઈ દફતરી દ્વારા પ્રાચીન ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન નિયમિત રીતે દર વર્ષે જય અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. શહેરમાં નવરાત્રી નિમિત્તે અર્વાચીન મહોત્સવનું ચલણ વધતું જાય છે ત્યારે આ ગરબીમાં લત્તાવાસીઓમાં હજુ પણ પ્રાચીન ગરબીઓમાં બાળાઓને ઘૂમતી નિહાળવાનો તથા માતા આદ્યશક્તિના ગુણગાન સાંભળવાનો થનગનાટ સાંભળવા મળ્યો હતો.જય અંબે ગરબી મંડળમાં ભાગ લેનાર બાળાઓએ નવરાત્રિમાં નવ દિવસ સુધી ગરબે ધૂમીને માતા પાર્વતીની આરાધના કરી હતી. મંડળ દ્વારા બાળાઓને દરરોજ વસ્તુઓની લ્હાણી કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. દરરોજ ગરબીના અંતે માતાજીને દંડવત-પ્રણામ કરી તથા બહેનો દ્વારા ઘોડો ખૂંદી માતાજીની અર્ચના કરવામાં આવતી હતી. નવમા નોરતે સહુએ એકબીજાને દશેરાની શુભકામના પાઠવી નવલા નોરતાની ઉજવણી સંપન્ન કરી હતી.

જય અંબે ગરબી મંડળના આ આયોજનમા હરપાલસિંહ જાડેજા, કૌશિકભાઈ પટેલ, વિમલ શાહ, અમિતભાઇ જૈન, પ્રફુલભાઇ મહેતા, દિલીપભાઈ જોશી, ભરતભાઈ મહેતા, હર્ષદભાઈ પારેખ, નૈમિષભાઈ કોઠારી, પિયુષ સંઘવી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274