ટંકારામાં ક્યારે બસ સ્ટેશન બનશે? મુખ્યમંત્રીને ફરીથી રજૂઆત

- text


ટંકારા : ગુજરાત સરકારે ટંકારાને તાલુકો જાહેર કરેલ છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા મુકામે બસ સ્ટેશન નથી.

ટંકારા એ એક ઐતિહાસિક શહેર પણ છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમી પણ છે. મોરબી–રાજકોટ ની વચ્ચે આવતું એક મહત્વનું મથક પણ છે. ત્યાં ઘણી સ્કૂલો આવેલી છે. કોલેજો પણ આવેલી છે. ટંકારા જામનગર ને જોડતો વાયા લતીપર ધ્રોલનો રસ્તો છે. જેના થકી જામનગરનું અંતર ઓછું થાય  છે. ટંકારા મથકે કપાસનો જીનીગ અને પ્રેસીંગ તેમજ ઓઈલ મીલ ઉધોગ પણ વિકસી રહયો છે. આમ ઘણી બધી રીતે મહત્વનું મથક એવું ટંકારા બસ સ્ટેશનની સુવિધાથી વંચિત છે.

- text

થોડા સમય પહેલા બસસ્ટેશન માટે જગ્યા પણ નક્કી થઈ ગયેલ છે પરંતુ હજુ સુધી બસસ્ટેશન બનેલ નથી. ત્યારે ટંકારાના જાગૃત કે.ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત વિધાન સભા નેતા પરેશ ધાનાણીને જેમ બને એમ જલ્દી ટંકારા મથકે એક દરેક સુવિધાસભર બસ સ્ટેશનનું નિર્માણ કરીને લોકોને સગવડતા આપવા વિનંતી કરવામાં આવી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text