મહેન્દ્રનગર ગામે પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી : ગ્રામ પંચાયત કચેરીએ બેડા સાથે હોબાળો મચાવ્યો

- text


મહિલાઓએ બેડા સાથે ઉગ્ર આક્રોશ ઠાલવતા તલાટી મંત્રીએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે છેલ્લા 30 દિવસથી પાણી ન આવતા મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું બેડા સરઘસ સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગઈ હતી અને થાળીનાદ સાથે ગ્રામ પંચાયત કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે તલાટી મંત્રીએ આ પાણી પ્રશ્ને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે છેલ્લા 30 દિવસથી છતે પાણીએ પીવાના પાણીની સમસ્યા સર્જાય હતી. જેમાં 30 દિવસથી પાણી ન આવતા આજે મહેન્દ્રનગર ગામની મહિલાઓની ધીરજનો અંત આવી ગયો હતો અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું બેડા સરઘસ સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયું હતું અને મહિલાઓએ થાળીનાદ કર્યો હતો. તેમજ ગ્રામ પંચાયત કચેરીના ટેબલ પર થાળીનાદ જેવો પ્રહાર કરતા ટેબલ પરના કાચ ફૂટી ગયા હતા. મહિલાઓએ પાણી પ્રશ્ને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભારે દેખાવો કર્યા હતા. મહિલાઓએ આક્રોશભેર રજુઆત કરી હતી કે, મહેન્દ્રનગર ગામે છેલ્લા 30 દિવસથી પાણી આવતું નથી અને તંત્ર સતત ઉઠા ભણાવતું હોવાથી આજે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, 30 દિવસથી પાણી ન આવતા ગામલોકો અને અબોલ પશુઓને પાણી વિના તરફડીયા મારે છે. ગામની વસ્તી આશરે 9 થી10 હજારની છે. આ વસ્તી માટે બે પાણીના ટાંકા છે.જેમાં એક પાણીના ટાંકામાં પાણી આવે છે અને બીજા ટાંકામાં પાણી આવતું નથી. ત્યારે મહિલા સરપંચ એવું બહાનું બતાવે છે કે, નઝરબાગ પાસે આવેલ પાણીના સંપમાં પંપ ખરાબ થઈ ગયો છે એટલે પાણી આવતું નથી. 30 દિવસ સુધી પાણીનો પંપ ખરાબ હોય એવું બહાનું પોકળ છે. જો પંપ ખરાબ હોય તો તેમને તાત્કાલિક રિપેર કરવો જોઈએ. ત્યારે આજે મહિલાઓએ હલ્લાબોલ કરતા તલાટી મંત્રીએ પાણી પ્રશ્ને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text