હાઇવે સિવાયના વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાતની માંગણી કરતુ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ

- text


મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા દ્વિચક્રી વાહન ચલાવનારને હેલ્મટ પહેરવાનો કાયદો ગામડાથી મોટા શહેરો સુધી બધાને લાગુ પાડી અમલ ચાલુ કરી દઈને નિયમભંગ બદલ ચામડાતોડ દંડ લેવાનું શરૂ કરાતા ઠેર ઠેરથી વિરોધ થઈ રહ્યો છે. રાતોરાત પુરતી સુવીધાઓ ઉભી કર્યા વગર ઠોકી બેસાડવામાં આવેલ આ કાયદાનો મોરબી ચેમ્બર ઓફ કોમર્સે પણ સખત વિરોધ કરેલ છે અને આ કાયદો મુખ્યત્વે તો સ્ટેટ અને નેશનલ હાઈવે તથા બૃહદ મહા નગરપાલિકા સિવાય કયાંય પણ તેનો અમલ કરવો જોઈએ નહી તેવું જણાવેલ છે.

- text

નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોમાં અને વિદ્યાર્થીઓ તથા યુવતી-મહિલાઓને આ કાયદાથી મુકિત આપવી જોઈએ તેવી માંગ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે. આ કાયદાના અમલથી સામાન્ય પ્રજામાં ખુબજ ત્રાસદાયક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર હેલ્મટ, પીયુસી અને લાયસન્સ માટે લાઈનો લાગી ગઈ છે. ચેકીંગને લઈને ટ્રાફીકજામ જેવી સમસ્યાઓ ઔર વધી છે. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યાનુસાર પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી જાણે અસલ હીટલરશાહી વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. તેથી તાત્કાલીક આ કાયદાની અમલવારી મોકુફ રાખવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી વડાપ્રધાન મોદી, વાહન વ્યવહાર પ્રધાન ગડકરી તથા મુખ્યમંત્રીને દેશવાસીઓ તેમજ ખાસ કરીને મોરબીની જનતા વતી જાહેર વિનંતી કરવામા આવેલ છે.

જો કે ગુજરાતભરમાં હાલ તો 15 ઓક્ટોબર સુધી જુના નિયમો પ્રમાણે જ હેલ્મેટ તેમજ પીયૂસી બાબતે દંડ લેવામાં આવી રહ્યો છે, જેમાં પણ થોડું કુણું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પણ 15 ઓક્ટોબર બાદ નવા નિયમો ફરી સખ્તાઈથી લાગુ થશે તો મોરબી ચેમ્બર ઓફ કોમર્સ હેલ્મેટના જડ નિયમોનો વિરોધ યથાવત રાખશે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text