મોરબી : ભત્રીજાને પેટના ભાગે બચકું ભરવા મામલે સમજાવવા જતા કાકાને પથ્થરનો ધા માર્યો

- text


મોરબી : મોરબીમાં યુવતીની પજવણી કરતા હોવાનો શંકા કરીને ત્રણ શખ્સોએ એક યુવાનના પેટના ભાગે બચકું ભરી લીધું હતું. આથી યુવાનના કાકા સમજાવવા જતા ત્રણ શખ્સોએ તેમને પણ પથ્થરનો ઘા મારીને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ ડિવિજને નોંધાઈ છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ પર અમી પેલેસ, સત્કાર પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા અને સીરામીકનો વ્યવસાય કરતા જયેશભાઇ ઠાકરશીભાઈ કાસુન્દ્રા ઉ.વ.36 નામના યુવાને મોરબી રવાપર ચોકડી પર લવ હાઇટ્સ, ખોડિયારનગર પાસે રહેતા રસિકભાઈ લખમણભાઈ, સંજયભાઈ રસિકભાઈ , વૈભવભાઈ રસિકભાઈ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.20ના રોજ આરોપીઓએ ફરિયાદીના ભત્રીજાના પેટમાં બચકું ભરીને ગંભીર ઇજા કરી હતી. આથી તેઓ પરિવારના અન્ય વ્યક્તિ સાથે આરોપીઓના ઘરે સમજાવવા ગયા હતા. પણ આરોપીઓએ ફરિયાદીનો ભત્રીજો તેમની દીકરીને હેરાન કરતો હોવાની શંકા કરીને ફરિયાદીને પથ્થરનો છૂટો ઘા મારીને ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text