સ્થાનિકો આકરા પાણીએ થતા રવાપર ગ્રામપંચાયતે રાતોરાત ભૂગર્ભ ગટરનો ખાડો રીપેર કર્યો

- text


મોરબી : રવાપર ગામે ભુગર્ભ ગટર માટે દોઢ મહિના પહેલા ખાડો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પંચાયતમાં આ ખાડો બુરવા અંગે વારંવાર રજુઆત કરી હતી. છતાં પંચાયત દ્વારા કશી કામગીરી હાથ ન ધરાતા સ્થાનિકોએ 14 સપ્ટેમ્બરના રોજ આ ખાડાનું પુરાણ કરી સમથલ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે સરપંચ દ્વારા એકાદ દિવસમાં કામ પૂરું કરવાની ખાત્રી આપવામાં આવી હોવા છતાં બે દિવસ સુધી ફરિયાદની નોંધ લેવામાં આવી હોવાનું ન જણાતા પરિમલ ઠક્કર સહિત સ્થાનિકોએ નક્કી કર્યું હતું જે તારીખ 17ના રોજ તેઓ ભેગા મળીને ખાડો પુરાણ કરવાની કાર્યવાહી હાથ ધરશે. આ બાબતની જાણ રવાપર સરપંચને થતા રાતોરાત માણસો મોકલી અડધી રાતે કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક દિવસના કાર્યકાળમાં થઈ શકે એવું કામ દોઢ મહિનાથી થતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરીને બળાપો વ્યક્ત કર્યો હતો કે એક દિવસના કામની આળસને કારણે સ્થાનિકોએ દોઢ મહિના સુધી પરેશાની વેઠવી પડી હતી.

- text