મોરબીની સસ્તા અનાજની દુકાન ઉપર દરોડો : 3300 કિલો ઘઉં અને ખાંડનો જથ્થો સિઝ

- text


મામલતદારે કરેલા ચેકીંગમા દુકાનદારના રજીસ્ટર અને ઓનલાઈન નોંધ વચ્ચે તફાવત આવતા કડક કાર્યવાહી

મોરબી : મોરબીના મહેન્દ્રપરા-2મા આવેલી સસ્તા અનાજની દુકાનમાં મામલતદારની ટીમે દરોડો પાડતા દુકાનના રજીસ્ટર અને ઓનલાઈન નોંધમાં તફાવત જોવા મળ્યો હતો. જેથી મામલતદાર દ્વારા 3300 કિલો ઘઉં અને ખાંડનો જથ્થો સિઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા- 2 વિસ્તારમાં આવેલ દિનેશભાઇ મોતીભાઈ ભોજાણીની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદના આધારે મામલતદાર રૂપાપરા, નાયબ મામલતદાર મહેતા તેમજ ખેરભાઈ સહિતની ટીમે ઓચિંતો દરોડો પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ દુકાનદાર દ્વારા રજિસ્ટર મેઇન્ટેઇન કરવામાં ન આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન નોંધ અને દુકાનદારના રજિસ્ટરમા પણ માલના જથ્થામા ઘણો તફાવત જોવા મળ્યો હતો. સાથે દુકાનદાર દ્વારા દુકાનની બહાર બોર્ડમાં પણ માલના જથ્થાની વિગતો લખવામાં જ આવી હોવાનું જોવા મળ્યું હતું.

- text

મામલતદારની ટીમ દ્વારા ગેરરીતિ બદલ આ દુકાનદાર પાસેથી 2868 કિલો ઘઉં અને 440 કિલો ખાંડ મળીને કુલ રૂ. 14,415ની કિંમતનો માલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. આ અંગે મામલતદાર રૂપાપરાએ જણાવ્યું હતું કે જે કોઈ આ રીતે ચેકીંગ યથાવત રાખવામાં આવશે. સસ્તા અનાજના દુકાનદારો ગેરરીતિ આચરતા હશે તેઓની સામે કડક પગલા ભરવામા આવશે. તમામ ગ્રાહકોને સમયસર પૂરતો માલનો જથ્થો મળી રહે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

- text