મોરબીમાં હેલ્મેટ ખરીદવા અને પીયૂસી કઢાવવા માટે પડાપડી

- text


આરટીઓ નજીક સહિત નવ જગ્યાએ પીયૂસી કાઢવાની વ્યવસ્થા , દરેક જગ્યાએ 400થી વધુ વાહનચાલકોની લાઈનો : હેલ્મેટ અને પીયૂસીવાળા તકનો લાભ લઈને વધુ પૈસા પડાવતા હોવાની ફરિયાદો

મોરબી : મોરબીમાં નવા ટ્રાફિકના કડક કાયદામાં થયેલી તોતીગ દંડની જોગવાઈથી બચવા લોકોએ કસરત શરૂ કરી દીધી છે.ખાસ કરીને પીયૂસી કઢાવવા માટે લોકોની રેશનિગ માટે હોય તેવી લાઈનો લાગી રહી છે.જોકે હાલ આરટીઓ નજીક સહિત નવ જગ્યાએથી પીયૂસી કાઢી આપવામાં આવે છે ત્યારે એક એક જગ્યાએ 400થી વધુ લોકોની ભીડ જામી રહી છે. આવી જ સ્થિતિ હેલ્મેટ ખરીદવા માટે પણ જોવા મળી રહી છે.

- text

16 સપ્ટેબરથી ટ્રાફિકના નવા કડક કાયદોઓ લાગુ પડવાના છે.જેમાં ટ્રાફિકના નિયમો તોડે તેના માટે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે જેથી હવે લોકો ટ્રાફિકના નિયમોથી બચી નહિ શકે.તેથી હવે વાહનોથી ટ્રાફિક નિયમોનો ભંગ ન થાય તે માટેના અસલી ડોક્યુમેન્ટ કરવા માટે લોકોમાં ઉધ હરામ થઈ ગઈ છે અને અસલી ડોક્યુમેન્ટ બનાવવા માટે લોકોએ તમામ કામો પડતા મૂકીને આ જ કામ કરવા દોડાદોડી કરી મૂકી છે ખાસ કરીને મોરબી શહેરમાં વાહનોની પીયૂસી કઢાવવા માટે લોકોની રેશનિગ જેવી લાઈનો લાગી છે.પહેલા દસથી બાર લોકો જ પીયૂસી કઢાવવા આવતા હતા પણ હવે ટ્રાફિકના આકરા દંડથી બચવા પીયૂસી કઢાવવા માટે એકએક જગ્યાએ 400 જેટલા લોકોની લાઈનો લાગી છે.

મોરબીના સીટી વિસ્તારમાં ત્રણથી ચાર, સામાકાંઠે બેથી ત્રણ આરટીઓ નજીક સહિત 9 જગ્યાએ વાહનો માટેની પીયૂસી કાઢી આપવામાં આવે છે.આ તમામ સ્થળોએ મોટી ભીડ ઉમટી રહી છે.પીયૂસી માટે મોડી રાત્રી સુધી કાર્યવાહી ચાલુ રહે છે.તે ઉપરાંત હેલ્મેટ પણ મોટાભાગે ખલાસ થઈ ગયા છે.બીજો હેલ્મેટનો જથ્થો ટુક સમયમાં આવી જશે એવું મનાય રહ્યું છે.જોકે તકનો લાભ ઉઠાવી હેલ્મેટ અને પીયૂસીવાળા ગરજના લીધે વધુ પૈસા વસુલતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

- text