માળિયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાનને સિલ કરાઈ

- text


દુકાનમાં અપૂરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે મામલતદારની કાર્યવાહી

માળિયા : માળિયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાનમાં રાશનકાર્ડ ધારકોને અપૂરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે મામલતદારે દરોડો પાડ્યો હતો. દરોડા બાદ આ દુકાનનો માલ સિઝ કરી દુકાનને સિલ લગાવી દેવામાં આવ્યું હતું.

- text

મળતી વિગત અનુસાર માળિયા તાલુકાના ખાખરેચી ગામે છેલ્લા 10 વર્ષથી ચાલતી વીનુભાઈ શામજીભાઈ પરમારની દુકાન સમયસર ન ખુલતી હોવાથી ગ્રાહકોને હાલાકી પડતી હોય તેમજ દુકાનમાંથી અપૂરતો માલનો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે મામલતદારને કાર્યવાહીની સૂચના મળી હતી. જેના પગલે મામલતદાર સી.બી.નિનામા અને પુરવઠાના નાયબ મામલતદાર જગદીશ મેણીયા દ્વારા આ દુકાન ઉપર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન દુકાનમાં રહેલા ઘઉં 361કટા, ચોખા 193 કટા, કેરોસીન 3 હજાર લીટર તેમજ ખાંડ, તેલ અને તુવેરદાળના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો.અને બાદમાં દુકાનને સિલ કરી દેવાઈ હતી. હાલ આ મામલે હજુ આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

- text