મોરબીના લેખક પ્રાણજીવન કાલરીયાનું વનવગડાની વનસ્પતિ પુસ્તક પ્રકાશિત થયું

- text


મોરબી : તાજેતરમાં કલાભારતી ગ્રામ વિદ્યાપીઠથી શિક્ષિત અને મૂળ ચકમપર (મોરબી)ના વતની પ્રાણજીવન કાલરીયા દ્વારા લિખિત પુસ્તક વિદ્યાર્થી, આયુર્વેદનાં સાધકો, સંશોધકો અને પર્યાવરણ પ્રેમીઓને ગમે એવુ કલરફુલ “વનવગડાની વનસ્પતિ” પ્રકાશિત થયું હતું. આ પુસ્તક પર્યાવરણ અને આયુર્વેદમાં રસ ધરાવનાર માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. અંદાજે 150 જેટલી વનસ્પતિઓની ઓળખ સાથેનું આ પુસ્તક ખરીદવા માટે વાંચકો લેખક પ્રાણજીવન કાલરિયાનો સંપર્ક મોબાઈલ નં 9426232400 પર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે પ્રાણજીવન કાલરિયાના અગાઉ ‘ગોપાલન’, ‘ગૌમાતા’ અને ‘તપોવન ચિત્રકૂટ’ એમ ત્રણ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે.

- text