હળવદમા રામદેવ પીરની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

- text


શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા, મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું

હળવદના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં બાબા રામદેવ પીરનુ નવ નિમિત મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ પ્રતિષ્ઠાનુ આયોજન કરાયુ હતુ. મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકિતો ઉપસ્થિત રહ્યા હતા.

- text

હળવદના બસ સ્ટેશન પાછળ નવા આંબેડકર નગર વિસ્તારમાં સુરેન્દ્રનગર વાળા મનોજભાઈ જાદવ અને કમળા બેન જાદવ બંને પતિ પત્ની મુખ્ય યજમાન અને અહી ના રહેવાસી દાતાઓ ના સહયોગથી નવ નિર્માણ બાબા રામદેવ પીરનુ મદિંર ની મૂતિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા અને શોભાયાત્રા મહા પ્રસાદનુ આયોજન કરાયુ હતુ. જેમા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ધ્રાગધ્રા .સુરેન્દ્રનગર. મોરબી સહીત ના ગામો મા મોટીસંખ્યા માં ભાવિકો આ મદિંર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ઉપસ્થિત રહ્યા હતા. આ વિવિધ ધાર્મિક કાર્યક્રમ થકી ભકતમયવાતા વરણ સજાયુ હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા સભ્ય દિનેશભાઈ મકવાણા.અશ્વિનભાઈ જાદવ. દલાભાઈ વાઢેર. વી કે મકવાણા. સહીતના સવૅ નવ યુવાનો મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- text