મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ – 2019માં યોજાયો

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી ગાંધીનગર, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા આર્યભટ્ટ માન્ય લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ – 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 7 શાળાઓએ વરસાદી વાતાવરણમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિરપરની નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા ઘોષિત થઈ હતી. આ ટીમમાં વિદ્યાર્થીઓ પટેલ પ્રિન્સ, માથકીયા સુમેર, જેઠલોજા મિત, જેઠલોજા પ્રિન્સ, મોડ સમીર, ચારોલા ધાર્મિન, બાવરવા તનિષ તથા દલસાણીયા ખુશાલીએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તેઓને શિક્ષક તુષારભાઈ પૈજાએ માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા ટીમે આગામી માસ ઓકટોબરમાં રાજ્યકક્ષાએ ગાંધીનગર ખાતે જવાનું રહેશે. જેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવું આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સભ્ય દીપેન ભટ્ટે યાદીમાં જણાવ્યું હતું.

- text