હાશ… તંત્ર જાગ્યું : આરટીઓ પાસેના પુલના ગાબડા પુરાયા

- text


મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે તંત્રએ પુલના સમારકામ ઉપર ધ્યાન આપ્યું

મોરબી: મોરબીના બાયપાસ આરટીઓ પાસે આવેલ પુલ એકદમ જર્જરિત અને ઉંડા ગાબડા વચ્ચે લોંખડના સળિયા દેખાવા લાગ્યા બાદ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરાયેલ અહેવાલ બાદ તંત્રએ ધ્યાન આપીને ગાબડા પૂર્યા હતા.

- text

મોરબીના વરસાદી માહોલ બાદ મોરબી બાયપાસ આરટીઓ પાસે આવેલ પુલ એકદમ જર્જરિત થઈ ગયો હતો. પુલ વરસાદમાં વધુ ખંડિત થતા વાહન ચાલકોની સલામતી માટે મોટું જોખમ ઉભું થવાનો અને લોકોને અવારનવાર પુલ પરના ગાબડાના કારણે ટ્રાફીક સમસ્યામાં કલાકો સુધી ફસાઈ રહેવું પડતું હતું. જે અહેવાલ મોરબી અપડેટમાં તા.૫-૯-૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારાઆળસ મરડી કોઈ મોટી જાનહાની ન સર્જાઈ તે પહેલા જ પુલ પરના ગાબડા પુરી દેવામાં આવ્યા હતા. જેથી રાહદારીઓ વાહનચાલકોએ જોખમ ટળતાં રાહતનો શ્વાસ લીધો હતો. સાથે મોરબી અપડેટ દ્વારા હરહમેંશ લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા પ્રયાસ કરવા બદલ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. તંત્ર હમેંશા પ્રજાલક્ષી કામોમાં હકારાત્મકતા દાખવીને આવી જ રીતે લોકોપયોગી કામો ઝડપભેર કરે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

- text