સાંજના 6 વાગ્યા સુધીની વરસાદ અપડેટ : ટંકારામાં બે અને વાંકાનેરમાં એક ઇંચ નોંધાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં ટંકારામાં વધુ બે ઇંચ તેમજ વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જો છેલ્લા 12 કલાકમાં ટંકારામાં 45 mm, અને વાંકાનેરમાં 22 mm વરસાદ નોંધાયો છે. જયારે અમારા ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણાના જણાવ્યા મુજબ ટંકારાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજા અનરાધાર વરસી જતાં નદી નાળા બે કાઠે વહી રહા છે.

- text