ખેતરમાં ભેંસોને રેઢી મૂકનાર બે સામે રૂ.10 હજારનું નુકશાન કર્યાની ખેડૂતે ફરિયાદ નોંધાવી

- text


વાંકાનેર : વાંકાનેરના ભોજપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં બે શખ્સોએ પોતાની ભેંસોને ખુલ્લી મૂકી દેતા ભેંસો જુવારનો પાક ચરી જતા રૂ.10 હજારનું નુકશાન કર્યાની આ બે શખ્સો સામે ખેડૂતે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ભોજપરા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ મહંમદભાઈ માલવીયા ઉ.વ.36 નામના ખેડૂતે ભોજપરા ગામની સીમમાં રહેતા કુંકાભાઈ લક્ષમણભાઈ વરૂ તથા વાલાભાઈ ગાડુંભાઈ મુધવા સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.2ના રોજ ફરિયાદીના ભોજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં આરોપીઓએ પોતાના માલઢોર 15 ભેંસોને રેઢી મૂકી દીધી હતી.આથી આ ભેંસો તેમના ખેતરમાં લહેરાતા જુવારના પાકને ચરી ગઈ હતી.બાદમાં ફરિયાદીએ આ માલઢોરને ગ્રામ પંચાયતમાં ડબ્બે પુરાવી દીધા હતા.પણ ત્યાંથી આરોપીઓ દંડ ભરીને માલઢોર છોડાવીને તેમના ખેતરમાં રૂ.10 હજારનું નુકશાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text