મોરબી : અજાણ્યા વાહન ચાલકે પોલીસ તંત્રના સીસીટીવી પોલનો સોથ વાળી નાખ્યો

મોરબી : શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાની જાળવણી માટે સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેના દ્વારા વિવિધ વિસ્તારો સાથે લાઈવ સંપર્ક જાળવી કોઈ અનિચ્છનીય બનાવને રોકી શકાય છે અથવા બનેલા બનાવની વધુ ધનિષ્ટ તપાસ શક્ય બને છે. આવા જ એક બનાવમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે નવાડેલા રોડ પર એક પોલને નુકશાન પહોચાડ્યું હોવાનું જાગૃત નાગરિકો દ્વારા સામે આવ્યું છે.

નવાડેલા રોડ પર વિજય ટોકીઝ પાસે આવેલા બીડ ધાતુમાંથી બનેલા સિસિટીવીના એક પોલને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ઠોકરે લઈ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. ગત રાત્રીના 08થી 09 વાગ્યાની વચ્ચેના સુમારે પુરપાટ ઝડપે, બેફિકરાઈ રીતે વાહન ચલાવી આ પોલ સાથે ટકરાવવાથી નુકશાન થયું હતું. વાહન કેટલી ઝડપે ધડાકાભેર ટકરાયું હશે એ બાબતનો અણસાર એ વાત પરથી આવી શકે છે કે નજીકમાં રહેલી એક મજૂરની રેંકડીનો ભુક્કો બોલી ગયો હતો. આમ રોજનું રળીને રોજનું કમાઈ ખાતા એક મજૂરની રોજગારી હાલ પુરતી તો છીનવાઈ ગઈ છે.