મોરબીમાં રાવળદેવ સમાજ દ્વારા કાલે સોમવારે શોભાયાત્રા નીકળશે

મોરબી : મોરબીમાં આવતીકાલે સોમવારે રાવળદેવ સમાજ દ્વારા પૂ. રતનદાસ બાપુની પુણ્યતિથી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું છે. જેમા સવારે 11 કલાકે નવા ડેલા રોડ ઉપર રાવળ શેરી, શક્તિ માના મંદિર પાસેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. આ શોભાયાત્રા જાહેર રાજમાર્ગો ઉપર ફરીને સામાંકાંઠે આવેલા પંચમુખી હનુમાન મંદિરે વિરામ પામશે. આ સાથે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાવળદેવ યુવા સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.