વિરપર પ્રા.શાળામા નંદ મહોત્સવ ઉજવણી કરવામા આવી

- text


ટંકારા : “નંદ ઘરે આનંદ ભયો જય કનૈયાલાલ કી” આ પંક્તિઓને સાંભળતા જ રોમે રોમ ભગવાન શ્રી કુષ્ણ પ્રત્યે પ્રેમપ્રગટે છે તે આજ રોજ ટંકારા તાલુકાની વિરપર પ્રા.શાળામા ભવ્ય નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો શિક્ષકો તેમજ વાલીગણ દ્વારા રાસ રમવામાં આવ્યો હતો તેમજ બાળગોપાલ દ્વારા મટુકી ફોડ કરી સાક્ષાત ગોકુળીયાના દર્શન કરવામાં આવ્યા હતા આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ હાજર રહ્યા હતા આ તકે શાળાના આચાર્ય જશમતભાઈ ભેસદડીયા ,શિક્ષક ગણ તથા બહોળી સંખ્યામાં વિઘાથીઓ ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વઘારો કર્યો હતો આ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના યુવાન કાર્યશીલ ઉત્સાહ એવા આચાર્ય સાહેબ જશમતભાઈ ભેસદડીયા તેમજ સ્ટાફ મિત્રોએ કયુઁ હતું.

- text