મોરબી : યુવાનનો ઝેરી દવા પી આપઘાત

- text


મોરબી : મોરબીના રવાપર (નદી) ગામે રહેતા યુવાને ગઈકાલે કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના રવાપર (નદી) ગામે આવેલી વાડીએ ખેતમજૂરી કરતા મહેશભાઈ રમેશભાઈ આદિવાસી ઉ.વ.18 નામના યુવાને ગઈકાલે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text