વાંકાનેરના વાસુકી મંદિરે લોક ડાયરો દરમિયાન વાસૂકી દાદાએ દર્શન આપ્યા

- text


વાંકાનેર : પવિત્ર શ્રાવણ માસમાં નાગપાંચમીનું વિશેષ મહત્વ હોઈ છે ત્યારે નાગપાંચમીના દિવસે નાગદાદા નાં દર્શન પણ ભાગ્યેજ થતા હોય છે ત્યારે આજે વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારોમાં વાસુકીદાદાના મંદિર ખાતે આજે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆતમાં વાસુકીદાદા સુક્ષ્મરૂપ ધારણ કરી મંદિરના પટાંગણમાં પધાર્યા હતા.

- text

આમ તો કહેવાય છે કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતાં હોઈ ત્યારે ભગવાન કોઈ ના કોઈ રૂપ ધારણ કરી કાર્ય જોવા માટે પધારતા હોય છે ત્યારે આવું જ કંઇક વાંકાનેરમાં જોવા મળ્યું હતું આજના પવિત્ર દિવસ એટલે નાગપંચમી અને આજના દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આજે વાસુકીદાદાના મંદિરે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો અને ડાયરાની શરૂઆતમાં વાસુકીદાદા સૂક્ષ્મ રૂપ ધારણ કરી પધાર્યા હતા લોકોએ દાદાના સુક્ષ્મ રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text