મોરબી-રાજકોટ હાઇવે પર અંજતા પાસે વૃક્ષ ધરાશાયી : એક બાજુનો રસ્તો બંધ

સદભાગ્યે જાનહાની ટળી : પણ એકબાજુના રોડ પર ટ્રાફિક જામ

મોરબી : મોરબી -રાજકોટ હાઇવે પર અંજતા કંપની પાસે આજે સવારે એક વૃક્ષ ધારાશાયી થઈ ગયું હતું. જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી.પણ વૃક્ષ પડવાના કારણે એકબાજુના રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી – રાજકોટ હાઇવે પર અંજતા કંપનીની નજીક રોડ પરનું એક પીપળનું તોતોંગ વૃક્ષ આજે સવારે અચાનક જમીન દોસ્ત થઈ ગયું હતું. જોકે ભારે ટ્રાફિક ધરાવતા આ મોરબી રાજકોટ હાઇવે પર આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પણ વૃક્ષ રોડ પર ઉપર પડવાને કારણે એકબાજુનો રોડ બંધ થઇ જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો અને રોડ ઉપર વાહનોની કતારો લાગી હતી.