મોરબી : જોધપર (નદી)ના બે વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ વોલીબોલ રમવા જશે

- text


મોરબી : શ્રી મહાત્મા ગાંધી ઉચ્ચ બુનિયાદી માધ્યમ અને ઉચ્ચતર ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય જોધપર (નદી)ના બે વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ વોલીબોલ રમવા માટે પસંદગી પામ્યા છે.

- text

જિલ્લાકક્ષાએ વોલીબોલની રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી જીત મેળવ્યા બાદ મીત હરેશભાઈ છભૈયા અને શિવમ નવીનભાઈ સેંઘાણી રાજ્યકક્ષાએ રમાનારી વોલીબોલ ટુર્નામેન્ટમાં પસંદગી પામતા ગામ તેમજ શાળામાં હર્ષ સાથે ગૌરવની લાગણી ફેલાઇ છે. આ તકે શાળા પરીવાર અને ટ્રસ્ટીગણે રાજ્યકક્ષાએ પણ બન્ને વિદ્યાર્થીઓ ગૌરવપ્રદ તેમજ ઉત્કૃષ્ઠ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text