પર્યાવરણના હિત માટે નોન રીસાયકલીંગ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા મોરબીના ઉદ્યોગકારની માંગ

- text


મોરબીનાં પેપર મિલ ઉધોગના અગ્રણીએ વડાપ્રધાન મોદીને રજુઆત કરી

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે રાષ્ટ્ જોગ સંબોધનમાં દેશવાસીઓને પ્લાસ્ટિક વપરાશ મર્યાદિત કરવાની હાકલ કર્યાને પગલે વિવિધ સામાજિક સંસ્થાઓ પ્લાસ્ટિકનૉ ઉપયોગ ઘટે અને તેના ઉત્પાદન પર અંકુશ આવે તેવી અપીલ કરી રહ્યા છે. પ્લાસ્ટિકને પગલે પર્યાવરણને વ્યાપક નુકશાની થતી હોય જેથી મલ્ટી લેયર પ્લાસ્ટિકમાં પણ નોન રીસાયકલ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે મોરબીના પેપરમિલ એસો.નાં પૂર્વ પ્રમુખે વડાપ્રધાનને પત્ર લખીને માંગ કરી છે

દેશમાં વધી રહેલા પ્લાસ્ટિક વપરાશને કારણે દેશના પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે આ નુકસાન થતું અટકાવવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના તેમના રાષ્ટ્ જોગ પ્રવચનમાં દેશ વાસીઓને પ્લાસ્ટિક બેગનૉ વપરાશ ઘટાડી કપડાંની થેળીનો ઉપયોગ કરવાનો ભાર મુક્યો હતો.તેમના આ હકારાત્મક અભિગમને ગંભીરતાથી લઈ મોરબીનાં પેપરમિલ ઉદ્યોગના અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ કિરીટભાઈ ફૂલતરીયાએ વડાપ્રધાનને લેખિતમા રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અમલી બનાવ્યા બાદ ગત વર્ષે 27 માર્ચ 2018ના નોટીફીકેશનથી નિયમમાં જે ફેરફાર કરાયો છે, તેમાં નોન રીસાયકલીંગ અથવા નોન એનર્જી મલ્ટી લેયર પ્લાસ્ટિક અંગેની અમલવારી શક્ય નથી અને નોન રીસાયકલીંગ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ તેવી માંગ કરી છે.

- text

મોરબીના યુવા ઉદ્યોગપતિએ કેટલાક વ્યાજબી કારણો રજુ કર્યા છે.જેમાં નોન રિસાયકલિંગ મલ્ટી લેયર પ્લાસ્ટિક માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતમાં ઉપલબ્ધ નથી. તેમજ મલ્ટી લેયર નોન રીસાયકલેબલ પ્લાસ્ટિકની વેલ્યુ ના હોવાથી કચરા ઉપાડનાર પણ તેને એકત્ર કરતા નથી.જેને બદલે જો રીસાયકલ પ્લાસ્ટિક હોય તો તે કચરો એકત્ર કરીને કોઈ મજુર કમાઈ શકશે. રીસાયકલ પ્લાસ્ટિકના નવા પ્લાન્ટ અંદાજે રૂ.20થી 25લાખમાં થઇ શકે છે. જેથી નવી રોજગારીનું સર્જન થશે અને નોન રીસાયકલીંગ પ્લાસ્ટિકથી પર્યાવરણને જે નુકશાની થાય છે, તેનાથી પણ બચી શકાશે. જેથી મલ્ટી લેયર પ્લાસ્ટિક જે નોન રીસાયકલીંગ છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે અને પર્યાવરણ જતન માટે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text