મોરબી જિલ્લામાં 8 જગ્યાએ શ્રાવણીયો જુગાર રમતા 55 શખ્સો ઝડપાયા

- text


માટેલ ગામે રહેણાક મકાનમાં જુગારની રેડ દરમ્યાન રૂ.3700ની કિંમતનો દારૂ બિયર ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની બદી હવે ચરમસીમાએ પહોંચી ચુકી હોય જુગારની રેડમાં અધધધ જુગારીઓ ઝડપાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં ગતરાત્રે પોલીસે 8 સ્થળે શ્રાવણીયા જુગાર પર રેડ કરીને 55 શખ્સોને ઝડપી લીધા હતા. જયારે વાંકાનેર પાસેના ઢુંવા ગામે એક મકાનમાં જુગારની રેડ દરમ્યાન રૂ.3700ની કિંમતનો દારૂ બિયર ઝડપાયો હતો. પોલીસે આ તમામ સ્થળેથી 55 લોકોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ શ્રાવણીયા જુગારની પ્રથમ રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે પાનેલી ગામે જુગાર રમતા પ્રવીણભાઈ ધારાભાઈ ટીડાણી, રાજેશભાઈ સોમભાઈ ગડેશીયા, રાજેશ લાલજી ગડેશિયા, પ્રતાપ ચકું બદુકિયા, સોમા મનજી દેત્રોજા, અશ્વિન ગણેશ આત્રેશા,લાલજી નાનજી વઢુંકિયા, હિતેશ લક્ષમણ મકવાણા, પ્રવિણ બચુ અગેચણિયા, જગદીશ જેરામ ટીડાણી, રાહુલ કરશન ટીડાણી, વિપુલ કરશન ટીડાણી, રમેશ ધોડુંભાઈ, કલ્પેશ ઉર્ફે રમેશ ભીમાભાઈ, રાજેન્દ્ર કરમશી ટીડાણી, ચેતન શામજીભાઈ, પ્રતાપ તેજભાઈ વઢુંકિયા,સંજય કરશન ટીડાણી, દિપક હરખભાઈ વઢુંકિયાને રૂ.65500 રોકડા સાથે ઝડપાયા હતા.

જુગારની બીજી રેડમાં ઉંચી માંડલ ગામે જુગાર રમતા વિજય ભીખા વાઘેલા, કિશન દિનેશ ગોસાઈ, સોમા કાનજી સુરાણી, જીજ્ઞેશ રવજી અધારા, સોમા ઉર્ફે લાલો પોપટ સુરાણી અનિલ સવજી અઘરાને રૂ.17400 સાથે ઝડપી લીધા હતા.

જુગારની ત્રીજી રેડમાં એ ડિવિઝન પોલીસે નવાડેલા રોડ પાર આવેલ નાની રાવલશેરીમાં જુગાર રમતા મકસુંદ હનીફ પીલુડિયા, સુમિત ભીખા મેવાડા, જાકિર દાઉદ ચૌહાણને રૂ.12860 સાથે ઝડપી લીધા હતા.જયારે અતિક આરીફ કાસમિયા, તોફિક ફારૂક ફકીર, કિશન ભીખા મેવાડા નાસી છૂટ્યા હતા.

જુગારની ચોથી રેડમાં એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 11માં જુગાર રમતા અબ્દુલ મામદ પઠાણ, જયેશ બાબુ ધંધુકિયા, ફારૂક રસુલ ખોડને રૂ.6150 સાથે ઝડપી લીધા હતા.

- text

પાંચમી જુગારની રેડમાં વાંકાનેર તાલુકા પોલીસે ખાનપર ગામે જાહેરમાં જુગાર રમતા જગદીશ પાંચા ડાભી, અમરશી જીવણ ડાભી, અશ્વિન બચુ સારલા, વિનોદ મેરા ડાભી, ભરત ધોધજી સારલા, સંજય અમરશી સરવૈયા, સંજય વેલજી ડાભીને રૂ 5840 સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠી જુગારની રેડમાં હળવદ પોલીસે પલાસણા ગામે જહેરમાં જુગાર રમતા અનિલ જીલભાઈ નદેસિયા,ભરત કમભાઈ વિઠલાપરા, કિશન ઘેલું વિઠલાપરા, લાભુ પરસોતમ વિઠલાપરાને રૂ.4460 સાથે ઝડપી લીધા હતા.

સાતમી જુગારની રેડમાં વાંકાનેર પોલીસે માટેલ ગામે આવેલ મકાનમાં જુગાર રમતા મહેશ વજેરામ ગોડલિયા, બીજલ ભીમા ઘેણોજા, વજા લાલજી વિજવાડિયા, રાણા બેચર ઘેણોજા, રાહુલ બેચર ઘેણોજા, સંજય ભુદર ઘેણોજા, પ્રકાશ સીધાં ઘેણો ઝરવરિયાને રૂ.43910 તથા પાંચ મોબાઈલ મળીને કુલ રૂ,65910 અને 3700 દારૂ બિયરની બોટલો સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત આઠમી રેડમાં એલસીબીએ ઢુંવા પાસે આવેલ ગંગોત્રી કારખાનાની ઓફિસમાં જુગાર રમતા માવજી જીવરાજ રાજગોર, જયેશ મનસુખ શેખલીયા, જગદીશ પરસોતમ મોટકા, અમિત ઘનશ્યામભાઈ અને પ્રદીપદાસ વૈકુંઠદાસ બાવાજીને રૂ.1.44ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text