સારા સમાચાર : મોરબી-ટંકારા-રાજકોટ રેલવે સેવા શરૂ થવાના ઉજળા એંધાણ

- text


મોરબી જિલ્લા ટ્રાફિક એંયુકેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સંનિષ્ઠ પ્રયાસો બાદ રેલવેએ યોજનામાં રસ લઈ સર્વે શરૂ કરાવ્યો

મોરબી : મોરબી-ટંકારા-બીલેશ્વર-રાજકોટ રેલવે લાઈન શરૂ કરવા માટે સરકારમાં યોગ્ય રજૂઆતને પશ્ચિમ રેલવે દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળતા આ વિસ્તાર માટે આવાગમનની નવી સંભાવનાઓ શક્ય બનવા જઇ રહી છે.

કરશનભાઇ આદ્રોજા, કાથડભાઈ રાયકા તેમજ જેન્તીભાઈ રાજકોટિયાના સંનિષ્ઠ પ્રયાસોથી નિશ્ચિત તબક્કે પહોંચેલી પ્રક્રિયા દ્વારા આવનારા દિવસોમાં આ યોજના સાકાર થશે તો જિલ્લાના વિકાસમાં એક નવું પ્રકરણ આલેખાશે.

મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રેલવે વિભાગ સાથે મોરબી-ટંકારા-બીલેશ્વર-રાજકોટ રેલવે લાઈન શરૂ કરવા માટે ઘણા સમયથી પત્રવ્યવહાર ચાલતો હતો. જે સંદર્ભે રેલવે વિભાગ દ્વારા આ 60 કિલોમીટરની સંભવિત રેલવે લાઈન માટે બાંધકામ વિભાગ સહિતના ખાતાઓ સાથે સર્વેની કામગીરી બાબતે સંપર્ક કરાયો છે. રેલવેને પણ આ પ્રોજેકટમાં પ્રાથમિક સર્વે બાદ રસ પડ્યો છે. જેનો સકારાત્મક જવાબ રેલવે વિભાગ તરફથી લેખિતમાં મળ્યો છે. રેલવે વિભાગ તરફથી પ્રસ્તાવિત આ બ્રોડગેજ લાઈન માટેની સંભાવનાઓ ચકાસાઇ હતી. આ માટે રેલવેએ એક અલગ કમિટીની રચના કરી છે. આ કમિટી 2019-20ના બજેટમાં આ પ્રોજેકટ માટે સંભવિત ખર્ચ અંગે દરખાસ્ત કરી ચૂક્યું છે. આથી એમ મનાઈ રહ્યું છે કે રેલવે વિભાગ સ્વંય આ લાઈન બાબતે ગંભીર છે. જો આ પ્રોજેકટ સાકાર થશે તો સૌરાષ્ટ્રને કચ્છ સાથે વધુ સારી રીતે જોડી શકાશે. જેનાથી વિકાસને વેગ મળશે. ખાસ કરીને મોરબી-ટંકારા- રાજકોટ રૂટ પરના વિરપર, લજાઈ, બીલેશ્વર સહિતના ગામોને પણ રેલવેની આ સુવિધાનો બહોળો લાભ મળશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી-ટંકારા-રાજકોટ વચ્ચે વર્ષો પહેલા મોરબીના રાજવી પરિવારના પ્રયાસોથી રેલવે સેવા ચાલુ હતી. હાલમાં મોરબી-રાજકોટનો રૂટ સૌરાષ્ટ્રનો સૌથી વધુ ટ્રાફિક ધરાવજો રૂટ છે. ત્યારે જો આ રૂટ પર નવી રેલવે લાઇન નાખીને રેલવે સેવા શરૂ થાય તો લાખો લોકોને એનો સારો લાભ મળી શકે છે.

 

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text