મોરબી એસટી ડેપોએ ડીઝલની વધુ એવરેજ મેળવવામાં પ્રથમ નંબર મેળવ્યો

- text


મોરબી ડેપો દ્વારા ડીઝલ KMPLમાં મહત્તમ સુધારો મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબી : મોરબી એસટી ડેપો અનેક અસુવિધા અને ઓછા સ્ટાફ અને બસોના કારણે અનેક વખત છાપે ચડ્યો છે પરંતુ હાલમાં મોરબી એસટી ડેપોએ પોતાની ઈમેજમાં સુધારો કરવા પ્રયાસો હાથ ધાર્યા છે જેમાં પ્રથમ સફળતાનાં ભાગ રૂપે મોરબી એસટી ડેપોએ બસોની એવરેજમાં ડીઝલ KMPમાં મહત્તમ સુધારો મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ અંગે મોરબી એસટી ડેપો મેનેજર ડી. આર. શામળાએ જણાવ્યું જરુ કે મોરબી ડેપોના તમામ ડ્રાઇવર, મિકેનિક સ્ટાફ ભાઈઓ તેમજ અન્ય સપોર્ટ સ્ટાફની મહેનતથી ગત વર્ષમાં મોરબી ડેપો દ્વારા ડીઝલ KMPLમાં મહત્તમ સુધારો મેળવી આ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ એસ. ટી નિગમ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક સાહેબ શ્રી સોનલબેન મિશ્રાના હસ્તે મોરબી ડેપોની કામગીરી બિરદાવી પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. મોરબી એસટી ડેપોએ બસોની વધુ એવરેજ મેળવવામાં પ્રથમ નંબર મેળવવા બદલ મોરબી ડેપોના તમામ કર્મચારીઓને ડેપો મેનેજર દ્વારા અભિનંદનપાઠવી અત્યંત ગૌરવ અને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી.

- text

- text