મોરબી : જુના બસ સ્ટેન્ડમાં ઓન લાઇન રિઝર્વેશન સેવા શરૂ કરાઈ

- text


થોડી સમયમાં નવા બનાવેલા બસ સ્ટેન્ડમાં મુસાફરોને અત્યાધુનિક સેવાનો લાભ અપાયો

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ઓન લાઇન રિઝર્વેશન સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં થોડા સમય પહેલા નવા બનાવાયેલા આ બસ સ્ટેન્ડમાં અત્યાધુનિક સેવાનો મુસાફરોને લાભ આપવામાં આવ્યો છે.

- text

મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ઓન લાઇન રિઝર્વેશન અને ઓનલાઈન ટીકટ સેવા શરૂ કરવામાં આવી છે.જોકે ઓનલાઈન રિઝર્વેશનની છેલ્લા એક અઠવાડિયાથી હિલચાલ ચાલી રહી હતી અને ગઈકાલથી મોરબીના જુના બસ સ્ટેન્ડમાં આ ઓનલાઈન રિઝર્વેશન સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જી.એસ.આર.ટી.સી.ની ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.જોકે બે માસ પહેલા આ જુના બસ સ્ટેન્ડને અત્યાધુનિક ઢબથી નવું બનાવવામાં આવ્યું હતું.જુના બસ સ્ટેન્ડમાં પૂછપરછ બારી અને રિઝર્વેશન સેવા ચાલુ છે.અન્ય સેવાઓ ધીમેધીમે શરૂ કરવાનું જુના બસ્ટેન્ડના મનસુખભાઇએ જણાવ્યું હતું.

- text