મોરબીમાં 10 બોટલ દારૂ લઈને બાઇક પર જતાં 2 શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબીના હાઉસિંગ સર્કલ પાસેથી બી ડિવિઝન પોલીસે બે શખ્સોને બાઇક ઉપર 10 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ સર્કલ પાસેથી બાઇક લઇને પસાર થતાં જયદીપ જયંતીભાઈ ધરિંગરાજીયા તેમજ ભાર્ગવ અશોકભાઈ પરસાણીયાને 10 બોટલ દારૂ મળી કુલ રૂ. 29 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text