મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2900 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય સ્વતંત્ર યાત્રા નીકળી

- text


પત્રકારોના હસ્તે સ્વતંત્ર યાત્રાનું પ્રસ્થાન કરાયું : નીલકંઠ વિદ્યાલય અને પી.જી.પટેલ કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓએ દેશભક્તિના નારા લગાવીને ભારે દેશદાઝની ભાવના દર્શવતા સમગ્ર મોરબી શહેર દેશભક્તિના રંગે રંગાયું : યાત્રાની ઠેર ઠેર પુસ્પોથી સ્વાગત કરાયું

મોરબી : મોરબીમાં સામાજિક સ્તરેથી દેશભાવનાનો સંચાર કરવાનો હરહંમેશ સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇડિયા ગ્રુપની મહિલા વીંગ દ્વારા નીલકંઠ સ્કૂલ તથા પી.જી.પટેલ કોલેજના સહયોગથી 15 ઓગસ્ટ સ્વંત્રતા પર્વના સંર્દભે શહેરીજનોમાં રાષ્ટ્ભાવના અખંડીત રાખવા માટે આજે 2900 ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા બેન્ડ બાજાની અદભુત સુરાવલી વચ્ચે કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નીલકંઠ સ્કૂલ તથા પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓએ જોડાઈને શહેરીજનોમાં કાયમ દેશભાવના અખડીત રાખવાનો મેસેજ આપ્યો હતો. જયારે યાત્રા દરમિયાન મોરબીવાસીઓ દ્વારા ઠેર ઠેર યાત્રાનું પુસ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી અપડેટ દ્વારા આ ઐતિહાસિક સ્વતંત્ર યાત્રાને લાઈવ કરવામાં આવી હતી.

મોરબીમાં દરેક પ્રસંગોની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમગ્ર શહેરીજનો માટે પ્રેરણાદાયી બની રહેલા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા નીલકંઠ વિધાલય અને પીજી પટેલ કોલેજના સહયોગથી 15 ઓગસ્ટના 73માં સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે સ્વતંત્ર પર્વના આગલા દિવસે લોકોમાં દેશભાવના વધુ મજબૂત બનાવવાના હકારાત્મક પ્રયાસ સાથે 2900 ફૂટ લાંબા તિરંગા સાથે સ્વંત્રતા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવાપર રોડ નિલકંઠ સ્કૂલ ખાતેથી આજે સવારે બેન્ડ બાજાની અદભુત સુરાવલી વચ્ચે 2900 ફૂટ લાંબા તિરંગા સાથેની સ્વતંત્ર યાત્રાને મોરબીના પત્રકારોના હસ્તે ગરિમા પૂર્વક લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. એ સાથે નીલકંઠ સ્કૂલ તથા પી.જી.પટેલ કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ગૌરવભેર વિશાળ તિરંગાને ઝીલીને સ્વતંત્ર યાત્રાનું શુભ પ્રસ્થાન કર્યું હતું. જોકે સૌથી લાંબા તિરંગાને હાથથી ઝીલીને વિધાર્થીઓ ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા લગાવીને ભારે દેશદાઝની ભાવના દર્શવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તેમજ બેન્ડ માંથી રાષ્ટ્ભક્તિની અદભુત સુરાવલી છેડાતા અને ડીજે દ્વારા રાષ્ટ્ભક્તિના ગીતો રજૂ થતા આ સ્વતંત્ર યાત્રા થકી દેશભક્તિનો જુવાળ ઉભો થયો હતો. શહેરના રવાપર રોડ,,રામચોક થઈ શનળા રોડ, નવા બસ સ્ટેન્ડ, જીઆઇડીસી પાસેના સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી પાસે પહોંચીને આ 2900 લાંબા તિરંગા સાથેની સ્વતંત્ર યાત્રા ગૌરવભેર પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ,મહિલાઓ તથા વિવિધ ક્ષેત્રેના આગેવાનો જોડાયા હતા.જોકે સ્વંત્રતા યાત્રાના નિર્ધારિત રૂટ પર ટ્રાફિક ન થાય તે માટે ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ યાત્રાના રૂટ દરમિયાન યોગ્ય બંદોબસ્ત જાળવી ટ્રાફિક વ્યવસ્થા સુપેરે નિભાવી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીએ જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ વિવિધ કાર્યક્રમોની અનોખી ઉજવણી કરીને સામાજિક સ્તરેથી દેશ ભાવના મજબૂત કરવાનો સક્રિય પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે સ્વતંત્રતા પર્વના આગલા દિવસે આ ભવ્ય સ્વતંત્ર યાત્રા કાઢીને શહેરીજનોમાં માત્ર આ એક દિવસ પૂરતું નહિ પણ કાયમ રાષ્ટ્ ભાવના જળવાઈ રહે તેવો અમારો ઉદેશ્ય છે. જયારે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય શશાંક દંગી અને કાજલ ચંડીભમરે આયાત્રામાં મોરબીવાસીઓ અને ખાસ નીલકંઠ વિધાયલાય અને પી.જી.પટેલ કોલેજને જોડાવા અને અમૂલ્ય સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

- text

જયારે નીલકંઠ વિદ્યાલયના દિનેશ વડસોલા અને પી.જી.પટેલ કોલેજના સંચાલક રવિન્દ્ર ભટ્ટએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ અને તેમની સંસ્થા દ્વારા આયોજિત આ ઐતિહાસિક 2900 ફૂટ ત્રિરંગા સાથેની સ્વતંત્ર યાત્રાના આયોજન બાદલ અમે ગર્વ અનુભવીએ છીએ. આ યાત્રાને સફળ બનાવનાર દરેક લોકોનો અમે આભાર વ્યકત કરીએ છીએ. આ યાત્રાથી શહેરમાં એક અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો છે.

- text