વાંકાનેર : માટેલ ધરો ઓવરફ્લો, વસુંધરા નદી બે કાંઠે : મચ્છુ 1 ડેમ છલકાવાની તૈયારીમાં

- text


મચ્છુ -1 ડેમમાં પાણીની સપાટી 46 ફૂટે પહોંચી : સ્થાનિક તંત્રની સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર

વાંકાનેર : વાંકાનેર પથકમાં ગતરાત્રિથી જ મેઘરાજા આક્રમક મૂડમાં ફટકાબાજી કરતા હોવાથી વાંકાનેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ થઈ ગયા છે.જ્યારે માટેલ આઇ શ્રી ખોડિયાર માતાજીનો ધરો બે કાંઠે વહેવા લાગ્યો છે.તે ઉપરાંત વાંકાનેરના વસુંધરા ગામની નદી પણ ગાડીતુર થઈને બે કાંઠે વહેવા લાગતા આ ગામનો વાંકાનેર શહેરથી સંપર્ક કપાયો છે.

- text

વાંકાનેર પથકને ગતરાત્રિથી જ મેઘરાજા ધમરોળી રહ્યા છે.હાલ પણ ભારે વરસાદ ચાલુ છે ત્યારે ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે.વાંકાનેરના વસુંધરા ગામે આવેલી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેવા લાગી છે અને ગામના મુખ્ય માર્ગો પર નદીના ધસમસતા પાણી ફરી વળતા આ ગામથી વાંકાનેર તરફ જવાનો સંપર્ક કપાયો છે. જ્યારે આઇ શ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલિયો ધરો પણ બે કાંઠે વહેવા લાગતા ભક્તજનોમાં ખુશીની લાગણી ફરી વળી છે.તે ઉપરાંત વકાનેરના મચ્છુ 1 ડેમમાં પાણીની સપાટી હાલ 46 ફૂટે આંબી ગઈ છે અને સાંજ સુધીમાં આ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે ત્યારે વાંકાનેરમાં સ્થાનિક તંત્ર ખડેપગે થઈને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

 

- text