મોરબીના વાકડા ગામ નજીક ઘોડાધ્રોઈ નદી બની ગાંડીતુર

- text


નદી બે કાંઠે વહેતા પાણી ખેતરોમાં ફરી વળ્યાં

મોરબી : મોરબી પંથકને છેલ્લા 24 કલાકથી અવિરતપણે મેઘરાજા ધમરોળી રહ્યા છે. સતત ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાકડા ગામ નજીક આવેલ ઘોડાધ્રોઈ નદી બે કાંઠે વહીને ગાડીતુર બની છે. આ નદી બે કાંઠે વહેતા નદીના ધસમસતા પાણી ગામના ખેતરોમાં ફરી વળ્યાં છે જેથી ગ્રામજનો ચિંતાતુર થઈ ગયા છે.

- text

ઘોડાધ્રોઇ ડેમમાં 8680 કયસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 6.20 ફૂટ પાણીની આવક થઈ છે. જ્યારે બ્રાહ્મણી 1 ડેમ હાલ 11 ફૂટે છે જેમાં 36333 ક્યુસેક પાણની આવક થઈ છે. બ્રાહ્મણી 2 ડેમના 3 ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેમાં 7000 ક્યુસેક પાણીની આવક થઈ છે. બ્રાહ્મણી 2 ડેમના નીચાણ વાળા વિસ્તારો હેઠળ આવતા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

- text