મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર ખડેપગે : પુલ નીચેના ઝૂંપડાઓ હટાવ્યા

- text


જિલ્લા કલેકટરે પોતાની ઓફિસમાં જ કંટ્રોલ રૂમ બનાવી સમગ્ર પરિસ્થિતિ ઉપર રખાતી બાજ નજર રાખી રહ્યા છે

મોરબી : મોરબી જિલ્લા આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને જિલ્લા કલેકટરે પોતાની ઓફિસમાં જ કટ્રીલ રૂમ બનાવીને અધિકારીઓ સાથે સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.જ્યારે સાવચેતીના ભાગરૂપે મોરબીના પાડાપુલ નીચેના ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્યા છે અને એ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે ધીમીધારે વરસાદ વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી મેઘરાજા આક્રમક બનીને ધૂઆધાર ઇનિંગ ખેલી રહ્યા છે.મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવીને જિલ્લાની સમગ્ર સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને મોરબી જિલ્લા કલેકટર માકડીયાએ આજ સવારથી તેમની ઓફિસની કંટ્રોલ રૂમ બનાવી દીધો છે. આ ઉપરાંત ડે. કલેકટર, સિંચાઇ વિભાગ અને આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં જોડાયા છે.જોકે હાલ રેસ્ક્યુ કરવું પડે એવી સ્થિતિ નથી.જોકે બે જગ્યાએ પાણી ભરાવવની ફરિયાદ આવી હતી. જેમાં મહેન્દ્ર નગર અને રવાપર અવની ચોકડી પાસે પાણી ભરાયાની જાણ થતા એક ટીમને મોકલીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી.જ્યારે પુલ નીચે રહેલા ઝૂંપડાઓને હટાવી દેવાની કામગીરી હાથ ધરાઈ છે.

- text

પાછલા 24 કલાક દરમ્યાન મોરબીમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. વરસાદ હજુ ચાલુ છે ત્યારે અગમચેતીના પગલાના ભાગ રૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કન્ટ્રોલરૂમમાં ખડે પગે ગોઠવાઈ ગયુ છે. જિલ્લા કલેકટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી, ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી કલેકટર, સિંચાઈ વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ખડે પગે સ્થિતિ પર ચાંપતી નજર રાખવા એકઠા થઇ ગયા છે. કલેકટર ખુદ પોતાની ઓફિસના સ્ટાફ સાથે કંટ્રોલરૂમમાં આવીને તમામ પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.

કોઈ પણ પરિસ્થિતને પહોંચી વળવા તંત્ર સાબદુ બન્યું છે ત્યારે વધુ વરસાદની આગાહી વચ્ચે હજુ વરસાદ વરસી રહ્યો છે.

મોરબી મચ્છું નદીના પટમાંથી અગાઉ ઝૂંપડપટ્ટી ખસેડી લેવામાં આવી હતી પણ ત્યાર બાદ ઝૂંપડાવાળા લોકો ત્યાં ફરીથી આવી ગયા હતા તેઓને મોરબી ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાલ બુલડોઝર ફેરવીને તમામ પટ સાફ કરાઇ રહ્યો છે. મહેન્દ્રનગર અને રવાપર રોડ સ્થિત અવની ચોંકડીએ વરસાદી પાણીનો ભરાવો થતા સ્થળ પર બે ટિમો ઘસી જઈને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી છે. કોઈ જગ્યાએ હજુ કોઈને રેસ્ક્યુ કરવાની નોબત આવી નથી. આમ છતાં તંત્ર દ્વારા તમામ અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જો કોઈ જગ્યાએ કઈ પણ મુશ્કેલી સર્જાય અને તંત્રની મદદની જરુર પડે તો જિલ્લા કંટ્રોલરૂમના નંબર 02822243300 અથવા 02822243435 પર સંપર્ક કરી સરકારી મદદ મેળવી શકે છે.

- text