મચ્છુ 1 અને 2 માં પાણીની તોતીંગ આવક : સાંજ સુધીમાં બંને ડેમ ઓવરફ્લો થવાની શકયતા

- text


મચ્છુ 1 અને 2 નીચે આવતા ગામોને એલર્ટ કરાયા : સમગ્ર સ્થિતિ પર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાં હાજર રહી નજર રાખી રહ્યા છે

મોરબી : મોરબી જિલ્લામાં સતત ભારે વરસાદ અને છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતાં જિલ્લાના ડેમોમાં પાણીની તોતીંગ આવક નોંધાઇ છે. ટંકારાના બે ડેમો ઓવર ફ્લો થઈ ગયા છે. જ્યારે વાંકાનેરના મચ્છુ 1 અને મોરબીના મચ્છુ 2 ડેમમાં તોતીંગ પાણીની આવકના પગલે આ બંને મહાકાય ડેમો પણ સાંજ સુધીમાં ઓવર ફ્લો થવાની શક્યતાએ ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા છે.

- text

મચ્છુ 1 ડેમની સપાટી હાલ 46.5 ફૂટે પોહચી છે. આ ડેમની કુલ સપાટી 49 ફૂટ છે. જયારે મોરબીના મચ્છુ 2 ડેમની સપાટી ઝડપથી વધી રહી છે ડેમમાં માતબત 64 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 25 ફૂટ ઉપર પોહચી છે. મચ્છુ 2 ની કુલ સપાટી 33 ફૂટ છે. આ ડેમ પણ સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે

- text