હળવદના રાતાભેર ગામે જુગાર રમતા 10 ઝડપાયા

- text


હળવદ : હળવદના રાતાભેર ગામે જુગાર રમતા 10 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 10 હજારની રોકડ પણ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસે રાતાભેર ગામે રામજી મંદિર પાસેના ખુલ્લાં ચોકમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડીને રવીભાઇ નવઘણભાઇ કેરવાડીયા ઉ.વ ૨૦, જયેશભાઇ ચંદુભાઇ કેરવાડીયા ઉ.વ ૨૧, વિપુલભાઇ પ્રેમજીભાઇ કેરવાડીયા ઉ.વ ૨૫, સંજયભાઇ નાથાભાઇ કેરવાડીયા ઉ.વ ૨૨, ભાવેશભાઇ પ્રેમજીભાઇ કેરવાડીયા ઉ.વ ૨૧, વિનોદભાઇ વિઠલભાઇ સીપરા ઉ.વ ૪૨, ગણેશભાઇ ચતુરભાઇ કેરવાડીયા ઉ.વ ૨૫, ચંદુભાઇ અમરશીભાઇ કેરવાડીયા ઉ.વ ૨૮, રાજુભાઇ દીનેશભાઇ ઇંદરીયા ઉ.વ ૨૧ અને જસમતભાઇ લાલજીભાઇ કેરવાડીયા ઉ.વ ૨૬ને રૂ. 10,120ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text