પાવર ગ્રીડની લાઈનમાંથી લોખંડની એંગલો ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા

માળીયા (મી.) : માળીયા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી લોખંડની ૩૪૪ જેટલી એંગલો ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી. રૂપિયા 40 હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો હતો. જે ગુન્હાનો ભેદ ઉકેલી નાંખી માળિયા તાલુકાના કાજરડા ગામેથી પોલીસે ૬૪ નંગ એંગલની સાથે બે તસ્કરોની ધરપકડ કરી છે. આ શખ્સોએ કુકડા કેન્દ્ર બનાવવા માટે એંગલની ચોરી કરી હોવાની પોલીસને કબુલાત આપેલ છે. જોકે હજુ બાકીની એન્ગલો કયા અને કોની પાસે છે તે શોધવા માટે માળિયા તાલુકા પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે.

પોલીસ પાસેથી બનવાની જાણવા મળતી મહિતી મુજબ માળીયા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી લોખંડની ૩૪૪ જેટલી એંગલો ચોરી કરવામાં આવી હતી. આથી અજાણ્યા શખ્સોની સામે ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કર્યાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ કંપનીના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે માળીયા પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે અજરૂદીન બીલ્લાભાઈ અને અસગર રમજાન મોવર રહે. બન્ને કાજરડા વાળાની ૬૪ નંગ એન્ગલ સાથે ધરપકડ કરેલ છે.

વધુમાં વિગત આપતા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બલાસરે જણાવ્યું હતું કે, કાજરડા ગામે રહેતા અજરૂદીન બીલ્લાભાઈની વાડીએ ચોરાઉ એન્ગલ પડી હોવાની માહિતી મળી હતી. આ બાબતની ખરાઈ કરવા ત્યાં તપાસ કરતા ૬૪ નંગ એન્ગલ મળી આવી હતી. આ બાબતે વાડી માલિકની પૂછપરછ કરતા આ એન્ગલનો જથ્થો વાડીમાં કુકડા કેન્દ્ર બનાવવા માટે તેણે અસગર રમજાન મોવર પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. જેથી ચોરીના આ ગુનામાં હાલમાં બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હજુ બાકીની એન્ગલ કયા અને કોની પાસે છે તે દિશામાં પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne