મોરબીમાં રૂ.3.90 લાખનો સિમેન્ટ મંગાવીને છેતરપીંડી કરનાર ઝડપાયો

- text


સિમેન્ટના વેપારીની ફરિયાદને પગલે બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સિમેન્ટની દુકાનેથી રૂ.3.90 લાખનો સિમેન્ટનો માલ મંગાવીને એક શખ્સે સિમેન્ટના વેપારી ઠગાઈ કરી હતી.આ બનાવની સિમેન્ટના વેપારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ બી ડિવિઝન પોલીસે છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મૂળ આમરણ ગામના વતની અને હાલ મોરબીના રવાપર ગામે પાણીના ટાંકા પાસે ગોકુલધામની બાજુમાં આવેલ સંસ્કાર સિટીના છઠા માળે રહેતા અને શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ ભગવતી ચેમ્બરની દુકાન નંબર 16માં આત્મીય સેલ્સ એજન્સી નામની પેઢી ધરાવતા નિલભાઈ દીપકભાઈ ભોજણી ઉ.વ.28 નામના વેપારીએ મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા ગૌરાંગભાઈ હીરાભાઈ કાનગડ સામે રૂ.3.90 લાખની છેતરપીંડી કરી હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ગૌરાંગભાઈએ ગતતા 12 જુલાઈના રોજ તેના મોબાઈલ ફોનથી વેપારી સાથે ફોનમાં સંપર્ક કર્યો હતો અને આઇકોન વાળા દીપકભાઈએ તમારો નંબર આપ્યો હોવાનું તથા મનીષભાઈ બોલું છું તેવી ખોટી ઓળખ આપીને ફરિયાદીના પિતા સાથે વિશ્વાસ કેળવીને તેમની ઓફિસેથી 1260 નંગ સિમેન્ટની થેલી કિંમત રૂ.3.90 લાખનો સિમેન્ટનો માલ બે ટ્રકમાં મંગાવી આ પેમન્ટ ચૂકવ્યું ન હતું.આથી સિમેન્ટના વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી ગૌરાંગ કાનગડને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text