મોરબી : હીરાપર ગામે પાટીદાર યુવા ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : મોરબીના હીરાપર ગામે પાટીદાર યુવા ટીમ દ્વારા તા. ૨૧ જુલાઇના હિરાપર ગામનાં આંગણે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” શુભ સંદેશને ચરિતાર્થ કરવાના હેતુસર ગામ સફાઇનું કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં યુવા ટીમના સભ્યો તેમજ અન્ય વડીલોએ હોંશભેર ભાગ લીધો હતો.

મોરબીનાં હીરાપરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે પટેલ સમાજવાડી અને હનુમાનજી મંદીરની સફાઇ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હજુ વેગવાન બને અને હિરાપર ગામને સ્વચ્છ અને સુઘડ બનાવી શકાય એવો સર્વેએ વિશ્વાસ બતાવ્યો હતો. આ અભિયાન હજુપણ આવતા ત્રણ ર​વિવાર સુધી ચાલુ રહેશે જેમાં સ્મશાન​, રામદેવપીર મંદિર, ગામના મુખ્ય રસ્તાઓ તેમજ શેરીઓ આવરી લેવામાં આવશે.

- text

આ અભિયાનમાં દલસુખભાઇ રૂડાભાઇ ફેફર, વ્રજલાલ નંદલાલભાઇ સ​વસાણી, વાઘજીભાઇ ભીખાભાઇ લોહ​, દલસુખભાઇ ધનજીભાઇ ફેફર​, રાકેશભાઇ ફેફર, સાગર ફેફર​, પાર્થ સવસાણી, શાહિલ સ​વસાણી, અભય સવસાણી, રસિક ફેફર વગેરે પાટીદાર યુવા ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આવતા રવિવારે ગ્રામજનો તેમજ મોરબી વસતા ગામના લોકો હાજર રહેવાના છે, તેમ પાટીદાર યુવા ટીમ વતી વ્રજલાલભાઇએ જણાવ્યુ છે.

- text