હળવદના રબારી સમાજના યુવાનને બેસ્ટ ટીકીટ પરિક્ષકનો એવોર્ડ એનાયત

અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાંચ ટી.ટીમા સૌથી સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયાં

હળવદ : અમદાવાદ રેલ્વે ડીવીઝનમાં દ્વારા સૌપ્રથમ વાર બેસ્ટ ટીકીટ પરીક્ષક (ટી.ટી)નો એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ ડીવીઝનમાં કુલ પાચ ટિ.ટીને એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં બેસ્ટ હળવદના રબારી સમાજના યુવાનને વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ડીવીઝને વર્ષ ૨૦૧૮/૧૯નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં આવેલ કાલુપુરખાતે સૌથી મોટું રેલ્વેનુ નેટવર્ક ધરાવતા વેસ્ટર્ન રેલ્વે દ્વારા અમદાવાદ રેલ્વે ડીવીઝન ઓફીસ ખાતે બેસ્ટ એમ્પોલોયર (ટી.ટી)તરીકેનો એવોર્ડ હળવદના વડનગરમાં રહેતાં સંજયભાઈ છગનભાઇ બારને પીસીએમ,પ્રિન્સિપાલ હેડક્વાર્ટરના હસ્તે મળ્યો હતો.અમદાવાદ રેલ્વે ડીવીઝન ખાતે પાંચ ટીટીને બેસ્ટ કાર્ય બદલ ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલ અમદાવાદથી ગાંધીધામ ખાતે ટીકીટ ચેકરની ફરજ બજાવતા હળવદના વડનગર ખાતે રહેતા રબારી સમાજનુ ગૌરવ એવા સંજયભાઈને બેસ્ટ ટીકીટ પરીક્ષક તરીકે સન્માનિત કરવામાં આવતા પરીવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.અમદાવાદ રેલ્વે ડીવીઝન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સી.સી.એમ હેડ ક્વાર્ટર શ્રી લાલ ,સીનીયર ડી.સી.એમ કુષાગ્ર મીત્તલ,ડી.સી.એમ ,પ્રીયદર્શીત ભાઈ,સ્ટેશન મેનેજર કાલુપુર જોર્જ સહિતનાઓ હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne