મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજમા પીવાલાયક પાણી ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી

- text


પ્રિન્સિપાલ પ્રશ્ન ઉકેલવાના ખોટા વાયદાઓ આપતા હોવાના આક્ષેપ : વિદ્યાર્થીઓનું મામલતદારને આવેદન

મોરબી : મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજમાં પીવાલાયક પાણી અપાતું ન હોવાની રાવ સાથે વિદ્યાર્થીઓ જિલ્લા કલેકટર કચેરીએ દોડી ગયા હતા. જ્યા તેઓએ મામલતદારને આવેદન પાઠવી પાણીના પ્રશ્નનો તાકીદે નિકાલ કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ ન્યુ એલ.ઇ. કોલેજના આરડીએએમના ઉપપ્રમુખ ભાવનિક મૂછડીયાએ આવેદનમાં જણાવ્યુ હતું કે કોલેજ ચાલુ થયાના એક વર્ષથી કોલેજમાં પીવાલાયક પાણીની વ્યવસ્થા નથી. પ્રિન્સિપાલને વારંવાર રજુઆત કરવા છતાં તેઓ માત્ર વાયદાઓ જ કરીને પ્રશ્નનો ઉકેલ લાવતા ન હતા.

- text

વધુમાં જણાવ્યું કે પાણી પીવાલાયક ન હોય મિકેનિકલ બ્રાન્ચના હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓને આ પાણી પીને રિએક્શન પણ આવ્યું હતું. હાલ પીવાના પાણીને લઈને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લઈને વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text