મોરબી : રોટરી ક્લબ દ્વારા શાળાઓમાં બેંચનું લોકાર્પણ

- text


રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

મોરબી : ગઈકાલ તારીખ 18ને ગુરુવારે રોટરી ક્લબ દ્વારા .એમ.એસ. અને એમ.આર. હાઈસ્કૂલમાં 20 બેંચનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી કલબના સભ્યો હાજર રહ્યા હતા. મોરબી સ્થિત દોશી એમ.એસ અને ડાભી એમ.આર હાઈસ્કૂલ મહાવીર નગર પંચાસર બાયપાસ ખાતે ગઈકાલે રોટરી કલબ, મોરબી તરફથી 20 બેન્ચ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લોકાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમા રોટરી કલબના રોટેરીયન પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર, રોટેરીયન સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રોજેકટ ચેરમેન સિદ્ધાર્થભાઈ જોષી તેમજ રોટેરીયન હરીશભાઈ શેઠ, રોટેરીયન યશવંતભાઈ પરમાર, રોટેરીયન ભાવેશભાઈ પારેખ, રોટેરીયન રાજવીરસિંહ સરવૈયા, રોટેરીયન ભરતભાઈ કાનાબારે હાજરી આપી હતી તેમજ રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમારે સ્કૂલના શિક્ષક વેકરીયાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text