નવલખી બંદરે 173 કરોડના ખર્ચે નવી જેટી બંધાશે

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના એક માત્ર બંદર એવા નવલખી પોર્ટ પર નવી જેટી બાંધવા બાબત મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્યં બ્રિજેશ મેરજાએ વારંવાર રજુઆત કરી હતી. આ મહેનત રંગ લાવી હોય એમ નવી જેટી બાંધવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા હવે નજીકના ભવિષ્યમાં જેટીનું બાંધકામ શરૂ થશે.

- text

નવલખી પોર્ટ પર નવી જેટી બનાવવા અંગે સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરી રહ્યા હતા. નવી જેટીના નિર્માણથી વિસ્તારનો વિકાસ ખુબ ઝડપી બનશે એવી રજુઆત અને સરકાર દ્વારા કરાયેલા સર્વેક્ષણ બાદ આખરે જેટીના બાંધકામની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. વિધાનસભામાં મેરજાએ પૂછેલા એક પ્રશ્ર્નના જવાબમાં મુખયમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા નવલખી પોર્ટ પર અંદાજે 173.11 કરોડ રૂપિયાના ખર્ચે નવી જેટી બાંધવા માટેની ટેન્ડર પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં આ કામગીરી હાથ ધરી સમયસર કાર્ય પૂરું કરાશે. આમ ટૂંક સમયમાં નવલખી પોર્ટને નવી જેટી મળશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text