મોરબી : મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરવા પતિએ પત્નીને માર માર્યો

- text


પત્નીના નામે રહેલા મકાનના દસ્તાવેજને પોતાના નામે કરવા માટે પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વિસ્તારમાં રહેતી પરિણીતાના નામે રહેલા દસ્તાવેજને પોતાના નામે કરવા તેના પતિએ તેણીને માર મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.જોકે પતિએ અન્ય મહિલાને પણ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ પાવન પાર્ક પાસેની નીલકંઠ સોસાયટીની શેરી નંબર 1માં રહેતી દક્ષાબેન મહેશભાઈ વાઘેલા ઉ.વ.36 નામની પરિણીતાએ તેના પતિ મહેશભાઈ મનસુખભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના નામનું મકાન હોવાથી આ મકાનનો દસ્તાવેજ તેના પતિએ પોતાના નામે કરવા માટે અવાર નવાર ઝઘડા કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ ગત તા15ના રોજ મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરવા માટે પતિએ તેની પત્નીને લાકડીથી માર માર્યો હતો અને દાઢીના ભાગે બચકું ભરી લીધું હતું. તેમજ આરોપીએ નિકિતાબેન નામની મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પરણીતાએ ફરીયાદ નોંધાવતા મહિલા પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text