મોરબી મહાપ્રભુજીની બેઠક ખાતે 4 તારીખે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે આગામી તારીખ 4 મે ને શનિવારે વૈશ્વાનર વિભુના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

પુષ્ટિ માર્ગના પરમ આરાધ્ય વૈશ્વાનર વિભુના 547માં પ્રાગટ્ય મહોત્સવની ગુજરાતભરમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી થનાર છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે ચૈત્ર વદ-11 ને તારીખ 4 મે, શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણી નિમિત્તે સવારે 7 વાગ્યા જાગ્યાના દર્શન, સવારે 7-30 કલાકે મંગળા દર્શન, 10 કલાકે શ્રીંગાર દર્શન, 10-15 કલાકે પલના દર્શન, બપોરે 1 કલાકે રાજભોગ દર્શન થશે. પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને 3-30 થી 6-30 સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે 4 કલાકે યોજાશે. મહોત્સવ દર્શના સાંજે 7 વાગ્યા સુધી થશે. તો આ મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text