હળવદ તાલુકાના 19 ખેડૂતો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાઈ

- text


હળવદ અને ઘનશ્યામ ગઢ ના ખેડૂતોએ કેનાલમાં બકનળી નાખી નુકશાન કર્યું હોવાની નર્મદાના અધિકારીએ નોધાવી ફરિયાદ

હળવદ : હળવદ તેમજ ઘનશ્યામ ગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બકનળીઓ નાખી કેનાલમાં નુકસાન કર્યું હોવાની નર્મદા નહેર શાખાના અધિકારી દ્વારા હળવદ તેમ જ ઘનશ્યામ ગઢ ગામના કુલ 19 ખેડૂતો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

હળવદ પંથકમાં વરસાદ ખેંચાતા લોકોના જીવ પડીકે બંધાયા છે ત્યારે હળવદ તેમજ ઘનશ્યામ ગઢ પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં ખેડૂતો દ્વારા પાણી ઉપાડી કેનાલમાં બક નળીઓનાખી કેનાલમાં નુકસાન કર્યું હોવાની નર્મદા નહેર શાખાના અધિકારી રાજેન્દ્ર પ્રસાદ એ હળવદ પોલીસ મથકે ઘનશ્યામ ગઢ તેમજ હળવદ ના કુલ ૧૯ ખેડૂતો વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પાણી ચોરી કરવા મામલે ચીનુભાઈ પટેલ, ભરતભાઈ દલવાડી,અજનુભાઈ, કિશોરભાઈ પટેલ, જેરામભાઈ દલવાડી, રણછોડભાઈ દલવાડી, રણછોડભાઈ, ગણેશભાઈ, મુકેશભાઈ, ડાયાભાઈ, ધનશ્યામ ભાઈ પટેલ, નંદાભાઈ પટેલ, હસુભાઈ માણાબાવાળા, માવજીભાઈ, શુભાષભાઈ, મુકેશભાઈ, અંબારામભાઈ, પોપટભાઈ સહીત કુલ ૧૯ ખેડૂત સામે ફરિયાદ નોધાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text